Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Classics Others

3  

Harshida Dipak

Classics Others

કાંગસિયાણીનું ગીત

કાંગસિયાણીનું ગીત

1 min
6.5K

કાંગસિયાના થેલામાં છે ઉજળી કાળી મેશ

કાંગસિયાણી કહેતી કે હું જાણું ના લવલેશ 

આ કેવી ઉજળી મેશ ....

ગામ - ગામ ને શેરી - શેરી સાદ કરીને ફરતી 

ટાઢ હોય કે તાપ ભલેને મન મૂકી વિચરતી 

નાની - મોટી કાંગસિયુમાં  ઉઘડે મારો વેશ ......

આ કેવી ઉજળી મેશ ....

ધરા ઉપર છે વાસ અમારો , ઓઢી લઈ આકાશ 

ઉજ્જડ વગડે ચોકીદારી શ્વાન કરે ચોપાસ 

કસબો નાનો હોય ભલેને તોયે ઉજળો ખેશ ...  

આ કેવી ઉજળી મેશ ....

આંખ્યુંમાં આંજીને થાતી આંખડિયું અણિયાળી 

કાંગસિયુનાં કાપે - કાપે કેશ ખુલે દઈ તાળી 

દાંતો એક  તૂટ્યો તો જાણે છૂટ્યો મારો દેશ .....

આ કેવી ઉજળી મેશ ....

Rate this content
Log in

Similar gujarati poem from Classics