કાલની કોને ખબર
કાલની કોને ખબર
જિંદગીની વાર્તાનું એક પ્રકરણ એટલે આજ,
આજ જે ક્ષણ જે પળ પાસ છે એને જીવી લેવું,
કાલની કોને ખબર,
સૂરજ પાસેથી થોડી કિરણો લઈ લઉં ઉધાર,
જીવનની અંધારી ગલી ને ઉજાળવાને કાજ,
આજે જ લઈ લઉં,
કાલની કોને ખબર,
આકાશ પાસેથી સિતારાઓ લઈ લઉ ઉધાર,
જિંદગીની ગલીઓમાં ભૂલા પડેલાના દિશા સૂચન માટે,
આજે જ કરી લઉં,
કાલની કોને ખબર છે,
ફૂલો પાસેથી લઈ લઉં મહેક ઉધાર,
જીવન મહેકાવાવાને કાજ,
આજે જ લઈ લઉ,
કાલની કોને ખબર છે,
સાગર પાસેથી દરિયાદિલી લઈ લઉં ઉધાર,
સ્વજનો ના દુઃખ ને આમ સમાવી લઉં મારામાં,
આજે જ કરી લઉં,
કલની કોને ખબર,
મેઘધનુષ્ય પાસેથી લઈ લઉં રંગો ઉધાર,
લોકોનું જીવન રંગીન બનાવી દઉં,
આજે જ કરી લઉં,
કાલની કોને ખબર,
તિતલી પાસેથી ચંચળતા લઈ લઉં થોડી ઉધાર,
જે ભય ને ઉદાસીનો માહોલ છે લોકોના ચહેરા પર, એમાં મુસ્કાન લાવી દઉં,
આજે જ કરી લઉં,
કાલની કોને ખબર,
જે મળ્યું એને માણી લઉં,
ઈશ્વરના શુકરાના અદા કરી લઉં,
આજે જ કરી લઉં,
કાલની કોને ખબર.
