કાળજી
કાળજી
રાખો કાળજી
ઘરડાં મા - બાપની
મળશે પુણ્ય.
પપ્પાની પરી
રાખી કેવી કાળજી
છતાં પીંખાઈ !
મમતાભરી
કાળજી છતાં તેણે
લગાવી ફાંસી !
રાખે દેહની
કાળજી છે હમેંશ
તે તંદુરસ્ત !
ભણવામાં છે
કાળજી, ચઢે સીડી
સફળતાની.
ખાવા પીવાની
કાળજી રાખે બધા
રોગને દૂર.
સ્વચ્છ આંગણું
ચોખ્ખું પર્યાવરણ
રાખો કાળજી.
