STORYMIRROR

Khyati Anjaria

Inspirational Others

4  

Khyati Anjaria

Inspirational Others

કાળાશ

કાળાશ

1 min
148

છોલાઈ ગઈ, આ ઘવાઈ ગઈ,

હથેળીઓ જેની ખરડાઈ ગઈ.


હાથો જેના મજૂરી કરતા,

આંગળીઓ કુમળાઈ ગઈ.


ઉઝરડા પડ્યા આ હાથોમાં

'ને માસુમિયત વિખરાઈ ગઈ.


બચપણ જેનું રમવા ઝૂરે,

મજૂરી કરવાની લાચારી.


ઘાવ પડ્યા આ હાથોમાં

'ને વળગી છે મજબૂરી.


રૂંધાઇ ગયી , સંતાઈ ગઈ,

આ માસુમિયત વિસરાઈ ગઈ .


મલમ લાગે જો માનવતાનો,

ઘાવ આ જરા રૂઝાશે.


આગની જ્વાળામાં બળી ગયેલા,

હાથોને રાહત મળશે.


કાળાશ આ હાથોની પોકારે,

કોણ છે જવાબદાર ?

ચુપકીદી ફેલાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational