Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jyotin Choksey

Inspirational

4  

Jyotin Choksey

Inspirational

કાળા ગોરાનો પ્રશ્ન

કાળા ગોરાનો પ્રશ્ન

1 min
196

રાધા જો ગોરી, મૈયા હું ક્યોં કાળો ?

પ્રશ્ન કરે આવો દુનિયાનો રખવાળો.

રાધા ગોરી કૃષ્ણ કાળો,

ગોરા મુખ પર તલ પણ કાળો.

રૂપાળાં રૂપા જેવા કે ખરેખર રૂપવાળા ?

કેમ નહીં કાળા પણ કહેવાયા રૂપાળા ?

સીદીભાઇને સીદકા વ્હાલા, 

ભલે રહ્યાં દુનિયાભરમાં એ કાળા.

ઇન્ડિયા ઇન્ક કાળી, હિંદુકુશ પર્વત કાળો,

હર ભાષાની પરિભાષામાં અર્થ એનો કાળો.

ઘોડા હોય રંગા-બેરંગા, કાળા કે ધોળા,

દુનિયા ભરમારમાં ગધ્ધા તો બધ્ધા ધોળા.

પ્રશ્ન નથી આ નવો, જૂનો જેટલો રંગ કાળો.

હર સદીમાં હર પ્રદેશમાં, આ વ્હાલો પેલો કાળો.

પ્રશ્ન નથી આ માત્ર જન-સ્વજનનો,

રંગ ભલે આ તનનો, દોષ છે માત્ર મનનો.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational