STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

જ્યોતિની હિફાજત

જ્યોતિની હિફાજત

1 min
26.2K


છે આભની ઓળખ કાફી

બે પાંખોની પ્રતિતિ માટે


ખાલીપો શૂન્યથી છલકાય

તો કાફી છે એ સ્તુતિ માટે


અપેક્ષા રહિત સાથ તારો

છે કાફી નિર્દોષ પ્રિતી માટે


જાત ફના કરવાની તૈયારી

કાફી છે તારી પ્રાપ્તિ માટે


હવા બની હિફાજત કરું

કાફી છે એક જ્યોતિ માટે


મોતની સુંદરતાનું રહસ્ય

કાફી છે જીવનની ખ્યાતિ માટે


હવે "પરમ" સૂર્યનું હારવું

કાફી છે "પાગલ" રાત્રિ માટે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational