STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

જ્યાં મજાક મસ્તી સસ્તી હતી

જ્યાં મજાક મસ્તી સસ્તી હતી

1 min
361

જ્યાં મિત્રોની ભીડ હતી

મમતાની રેલમછેલ હતી

ક્યાં ખોવાયું મારું એ આંગણું

જ્યાં મસ્તી મજાક સસ્તી હતી..


બહેનની ઠપકાભરી ખીજ હતી

 આનંદ ને ખુશીઓની લહેર હતી

ક્યાં ખોવાયું મારું એ આંગણું

જ્યાં મસ્તી મજાક સસ્તી હતી...


ધૂળ ને રજ માથામાં રમતી હતી

આનંદની છોળો આંખમાં હતી

ક્યાં ખોવાયું મારું એ આંગણું

જ્યાં મસ્તી મજાક સસ્તી હતી...


માતાનો વ્હાલભર્યો એ ખોળો હતો

પિતાનો પ્રેમભર્યો હાથ માથે હતો

ક્યાં ખોવાયું મારું એ આંગણું

જ્યાં મસ્તી મજાક સસ્તી હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational