જયાં જયાં વસે ગુજરાતી
જયાં જયાં વસે ગુજરાતી
જ્યાં જ્યાં વસે ગુજરાતી
ત્યાં મીઠાશને પ્રેમ છલકાય
ભાષામાં જ નહીં
ખાવામાંને વાણીમાં પણ,
જે બધાાનું માન સન્માનથી સ્વાગત કરે એ ગુજરાતી.
જ્યાં ગરબા નવરાત્રીમાં જ નહીં
ગુજરાતીના રગમાં હોય
જે દરેક તાલની સાથે ગરબાનો સમાવેશ કરે એ ગુજરાતી,
જેનામાં ઊર્જા જ ભરી હોય એ ગુજરાતી
જે દરેકમાં જ પ્રકાશ જ લાવવાનો
પ્રયાસ કરે એ ગુજરાતી,
જે જીવન ને રંગબેરંગી
બનાવી દે એ ગુજરાતી
જેને સાહિત્યને સારા મુકામ પર
પહોચાડ્યું એ ગુજરાતી,
જ્યાં પતંગના દોરથી સંબંધો
બાંધી રાખે એ ગુજરાતી
જેને દેશને સ્વતંત્ર કર્યું એ ગુજરાતી,
જ્યાં રાષ્ટ્રીય ગીતમાં અસ્તિત્વ પણ મળ્યો
ગુજરાત રાજ્યને.
જ્યાં બધા ભેગા મળીને રહે એ ગુજરાતી,
થેપલા, ઉંધીયુ, ફાફડા, ખાંડવી, ખાખરા, ઢોકળા, જલેબી ને હાંડવો વગર દરેક ગુજરાતી અધૂરો.
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
