જય હો ગુજરાત
જય હો ગુજરાત




અડગ માણસની ધરતી અડગ એના બોલ,
જીતે છે બધે જય હો ગુજરાત.
સંકટ ને શમાવી જાણે,
દુશ્મન ને નમાવી જાણે જય હો ગુજરાત.
સેવા,ત્યાગ, સમર્પણ છે ધરાના ગુણો,
માનવ મહેરામણ અનોખુ જય હો ગુજરાત.
અંધકારને પ્રકાશમાં પલટાવે
કર્મોથી મહાન ગુજરાત જય હો ગુજરાત.