જૂની દોસ્તીની અડધી કટિંગ
જૂની દોસ્તીની અડધી કટિંગ
હવે યાદોની "ચા"ની કીટલી પર હું જતો નથી,
જૂની દોસ્તીની અડધી કટિંગ ત્યાં મળતી નથી,
આવી છે ઘણી, મહેકતી નવી દોસ્તીની "કોફી",
પણ તે જૂની મિત્રતાની જેમ મહેકતી નથી,
પી શકતો હતો જૂની કટિંગ ઘણી ત્યારે,
હવે આ મોટો કપ કોફી ગળે ઉતરતી નથી,
ખાલી ખિસ્સામાં ઉદ્ભવી હતી જે મિત્રતા,
ભરેલા ખિસ્સે, પ્રયત્ન છતાં બનતી નથી,
આ ગુલાબી "બે હજાર"ની નોટમાં નથી મઝા,
જૂની "પાંચસો" અને "એક હાજર"ની દોસ્તી જડતી નથી,
હવે યાદોની "ચા"ની કીટલી પર હું જતો નથી,
જૂની દોસ્તીની અડધી કટિંગ ત્યાં મળતી નથી.