STORYMIRROR

Chaitanya Joshi

Drama

3  

Chaitanya Joshi

Drama

જોઉં છું

જોઉં છું

1 min
27.8K


મારા હાથમાં રેખાને હું સતત જોઉં છું,

રખેને કોઈક સખાને હું સતત જોઉં છું,


જીવાડે જન્મ આપી, વળી પોષણ કરે,

શકેને અલ્લારખાને હું સતત જોઉં છું,


નથી ભાન જેને દુનિયાદારીનું થૈ પાગલ,

એમાં દિલ ચોખ્ખાંને હું સતત જોઉં છું,


ગળી જાય ઘૂંટ અપમાનના તોય ચૂપ!

મનમાં ધોમધખ્ખાને હું સતત જોઉં છું,


હોય જેના વર્તને નેકી વરતાતી સદાએ,

એવા આખેઆખ્ખાને હું સતત જોઉં છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama