જોને આકાશે
જોને આકાશે
જોને આકાશે કાળી કાળી વાદળી
કાળી કાળી વાદળી આવે ને જાય
મેઘમહેરને આપતી જાય,
જોને આ પવનની લહેરખીઓ આવી
સંગ સંગ વરસાદી એંધાણ લાવી
મેઘમહેરને આપતી જાય,
જોને પેલા ઝાડ મોટા મોટા
એ તો વરસાદને આપે નોતરાં
મેઘમહેરને આપતા જાય,
જોને પેલા ડુંગર ઊંચા ઊંચા
ઠંડા પવનને અટકાવે ઊંચા
મેઘમહેરને આપતા જાય.
