જોઈએ
જોઈએ
પહાડ જેવડી ભલે ને હોય મુસીબત !
હૈયામાં ટકરાવવાની હામ હોવી જોઈએ !
અરે ! જિંદગી છે તો મુશ્કેલીઓ રહેવાની !
શ્વાસ ચાલે ત્યાં સુધી જીવી લેવું જોઈએ !
દુનિયા દિવાર બનીને રસ્તો રોકવાની જ !
કૂદવાનું છે નક્કી, છલાંગ ભરી લેવી જોઈએ !
અરે ! રસ્તામાં પથ્થર તો આવે અને જાય !
ચિંતા બધી છોડી, દોડ લગાવી લેવી જોઈએ !
'સ્નેહી' દુનિયાનો સ્નેહ એમનેમ થોડો મળે !
હોય જો કાબેલિયત તો દેખાડી દેવી જોઈએ !
