Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Khushi Acharya

Tragedy

3  

Khushi Acharya

Tragedy

જોઇ પર્વતની ઉદારતા

જોઇ પર્વતની ઉદારતા

1 min
382


જોઇ પર્વતની ઉદારતા ગભરાઈ ગ્યો જાણે,

રસ્તાનાં કાંકરા જોઇ અચકાઇ ગ્યો જાણે,


સફરની મુશ્કેલીઓ જોઇ ખોરવાઈ ગ્યો જાણે,

કે મંઝિલથી દૂર ફંગોળાઈ ગ્યો જાણે,


‌મનોબળનાં મારા સો ટુકડા થાય તે પહેલા,

વિશ્વાસની મારી જ્યોત પ્રગટાઈ મે વહેલા,


જીંદગીનાં પ્રશ્નો ક્યાં હોય છે સહેલા,

પણ તોય આ કઠીન પ્રશ્ન ઉકેલાઈ ગ્યો જાણે,


‌રાહતનાં મારા સપના આંખોમાં ઝબકારા મારતા જાણે,

મોં ધોતા પાણીમાં વહી જતા જાણે,


ધૂળનાં નાના સમંદર ઉઠે અંતરમાં જાણે,

કે આંખોમાં શમણાંની ધાર વાગે જાણે,


‌પરિશ્રમથી મારી જીંદગીનાં અર્થને બચાવી લઈશ,

મારા સંકલ્પની તાકતથી જગ જીતી લઈશ,


બસ જાત પર ભરોસો સખત કરી લઈશ,

કે જીંદગીને મારા પર માન કરાવી દઇશ જાણે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy