જોડી
જોડી
જોડીઓ સ્વર્ગમાં બનતી હોય,
વાત એવી જ સંભળાતી હોય;
આપણુ પણ કાંઈ એવું જ હશે,
નહીં તો આ સંસાર કેમ વસે.
એક બીજાના પૂરક બનતા,
સુખ દુઃખમાં સાથ નિભાવતા;
ઓગણીસ કે વીસ ન બનતા,
પુરા એકવીસ થઈ રહેતા.
સાથ અને સાથી, જોડ ને જોડી
સમયે બનતી ન પડે મોડી;
સંજોગોની કેવી બલિહારી,
ચાલે નહીં એમાં તારી કે મારી.

