જો તું સાંભળે
જો તું સાંભળે
લખી દઉં એક ગઝલ જો તું સાંભળે,
વાંચી બતાવું તારા મૌનને જો તું સાંભળે,
પક્ષીઓના કલરવ વચ્ચે ગાઈ લઉં હું ગીત જો તું સાંભળે,
દર્દને દરવાજા બહાર ના જવા દઉં જો તું સાંભળે,
વીજળીઓ ઝગમગાટ કરી, કરી રહી છે કડાકા જો તું સાંભળે,
વાદળો પણ અનરાધાર વરસી કરી રહ્યા છે ગર્જના જો તું સાંભળે,
કરવી છે ભૂતકાળ અને ભવિષ્યની વાત જો તું સાંભળે,
નહીં થાય કોઈ દિ' તું દુઃખી કે ઉદાસ જો તું સાંભળે.
