જો ને પેલી વાદળી
જો ને પેલી વાદળી
1 min
445
જો ને પેલી વાદળી વરસી ગઈ,
એ તો વરસી ગઈ મને ભીંજવી ગઈ....!
આકાશે એ તો કાળી કાળી થઈ,
કાળી કાળી થઈ ને વરસી ગઈ,
એ તો વરસી ગઈ મને ભીંજવી ગઈ....!
જો ને પેલી....
નાનીમાંથી એ તો મોટી મોટી થઈ,
મોટી મોટી થઈને વરસી ગઈ,
એ તો વરસી ગઈ મને ભીંજવી ગઈ...!
જો ને પેલી.....
કાળી થઈ ને ચારેકોર ફેલાતી ગઈ,
ફેલાતી ગઈ ને વરસી ગઈ,
એ તો વરસી ગઈ ને મને ભીંજવી ગઈ...!
જો ને પેલી.....