જ્ઞાનનું મહત્વ
જ્ઞાનનું મહત્વ
જ્ઞાનની જ્યોત પ્રગટાવો મિત્રો,
જ્ઞાનની જ્યોત પ્રગટાવો.
અજ્ઞાનતાનુ અંધારૂ દૂર કરવા,
જ્ઞાનની જ્યોત પ્રગટાવો.
જ્ઞાનનો સાગર ખૂબ ઉંડો છે,
તેમાં ડૂબકી મારી ભીંજાવો,
જ્ઞાન હ્રદયમાં ઉતારીને,
જીવનમાં ઉજાસ ફેલાવો.
જ્ઞાન માનવનું આભૂષણ છે,
તેનાથી સુંદરતા વધારો,
જ્ઞાન વિનાનુ જીવન વ્યર્થ છે,
જ્ઞાનમાં મગ્ન બની મ્હાલો.
જ્ઞાન વિનાનો માનવ કાયમ,
હરપળ મૂર્ખ બને છે,
ડગલેને પગલે અજ્ઞાનતાથી,
જીવનમાં વિનાશ નોતરે છે.
જ્ઞાનના અભિમાનથી દૂર રહેજો,
સમાજમાં નમ્ર કાયમ બનજો,
જ્ઞાનનું તેજ પ્રાપ્ત કરી "મુરલી"
જીવનને પ્રજલ્વિત કરજો.
