STORYMIRROR

BINAL PATEL

Inspirational

2.5  

BINAL PATEL

Inspirational

જન્મદિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ પપ્પા

જન્મદિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ પપ્પા

1 min
4.8K



 'નિઃસ્વાર્થ પ્રેમ' એ પણ એટલે 'પપ્પા'...

'વટેમાર્ગુને વડલાનો મીઠો છાંયો યાદ આવે,

 ચોમાસે ખેડૂતની આંખો વર્ષાને ઝંખે,

 બસ એવી જ મને તમારી યાદ આવે,


લાગણીઓ ક્યાં શબ્દોમાં સમાય છે પપ્પા?

એ તો ચહેરો જોતા જ આંખમાંથી વહી જાય છે,

મારા, તમારા પ્રત્યેના પ્રેમ, આદર-માન સમ્માન,

બધાને કેમ કરીને હું શબ્દોમાં સમાવું??


તમને શબ્દોના પ્રયોગોમાં હું ઉલઝવા ક્યાં દઉં છું!

 તમારા પ્રેમને તો હું આંખોથી જ વાંચી લઉં છું,


 દૂધમાં સાંકર વગર જેમ મીઠાશ ના રહે એમ,

 તમારા વગર મારા જીવનનો કોઈ સાર ના રહે,


જિંદગીના દરેક સુખ એક તરફ,

બસ તમારા ચહેરા પરનું એ અમૂલ્ય 'સ્મિત' એક તરફ,


આજના આ શુભ દિવસે આપણે સાથે મળીને હસતા રહીએ એવી જ ભાવના સાથે..

તમારા પ્રેમને હર-હંમેશ ઝંખતી તમારી દીકરી...'


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational