STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

જન્મ

જન્મ

1 min
254

ગઈ કાલે કળી જન્મી મારા બાગે,

આજે એ ફૂલ બની ગઈ,

જોત જોતામાં એ કેટલી ! મશહૂર બની ગઈ,


બારણે ટકોરા પડ્યા

જોયું તો ફૂલથી અલગ થઈ ખુશ્બુ મારી અટારીયે સેર કરવા આવી ગઈ,


સંદેશો લાવી બાગનો એ,

વસંતના વધામણાંની પાક્કી ખબર દઈ ગઈ,


ડાલી પર ફૂલ મહેકે,

ભમરાનું ગુંજન હોય,

કરમાયેલા ફૂલોના ચહેરા પણ દીપી ઉઠયા,

જો ને આમ વસંતનું આગમન જોઈ,


આ ફૂલોના ગાલો પર શરમની લાલી હતી,

આ ભ્રમર સાથેના પ્રણયની કહાની હતી,


બાગે જન્મેલા ફૂલો 

કોઈ ગયા દુલ્હાના સેહરામાં

તો કોઈ શોભ્યુ અલ્લડ કન્યાના કેશમાં 

કોઈ ગયું વીરની અર્થીમાં,

તો કોઈ ગયું મા ના ચરણોમાં,

કોઈ જઈ પડ્યું પ્રભુ શરણોમાં,

જો ને આમ જન્મારો સફળ બનાવતું ગયું,


આયખું નાનું ફૂલોનું ને

મોટો સંદેશ દેતું ગયું

આમ ફૂલ

જીવન જીવવાની જડીબુટ્ટી દેતું ગયું,


મારા બાગે જન્મી એક કળી

જોત જોતામાં ફૂલ બની

બાગની શોભા બની ગઈ,

પુરા ગુલશનને મહેકવતી ગઈ,

જન્મારો સફળ બનાવતી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama