જંકફૂડ
જંકફૂડ
આંખે છાલક દાંતે લૂણ, પેટ ન ભરીએ ચારે ખુણ
વડવાની સલાહ સોનેરી, આજે એ સાંભળતું કુણ
ઘરે ખાતા ને બહારે કાઢતાં સૂત્ર એ જ હતું સાચું
હવે બહાર ખાઈને ઘરમાં કાઢે, તન કેમ રહે સાજું
સંયમિત આહાર ભુલાયો ને વધ્યા સ્વાદનાં ચટકા
ઉદરે ન માય તોયે જીભલડીનાં અટકે નહિ લટકા
ઉભરાય દવાખાના રોગીઓથી, મળે નહીં ખાટલા
મુખથી પોષણ લ્યે નહિ, ચડાવશે લોહીનાં બાટલા
અતિક્રમણ કૃત્રિમ ખાદ્ય પદાર્થોનું તો છે તનનું વિષ
દીપાવલી સંતુલિત આહાર છે કુદરતી આશિષ
