STORYMIRROR

Pravin Maheta

Inspirational

4  

Pravin Maheta

Inspirational

જનેતા

જનેતા

1 min
49

નવ માસ તને ઉદરમાં રાખી સાચવતી જનેતા,

જન્મ આપીને તે જગત દર્શન કરાવતી જનેતા.


વળગાડી છાતી સરસો ને પેટ ભરાવતી જનેતા,

પડતો બીમાર ત્યારે ઓસડ પીવડાવતી જનેતા.


ખાઈ વાસી પોતે તને તાજુ ખવડાવતી જનેતા,

તને ગમતા રમકડાંથી રોજ હરખાવતી જનેતા.


મધુર કંઠે હાલરડા ગાઈ તને સૂવડાવતી જનેતા,

તાણી રેશમ દોર લાડકવાયાને ઝૂલાવતી જનેતા.


કરી કાળુ ટપકું મેલી નજરથી બચાવતી જનેતા,

પડે આખડે ખમ્મા લાલ કહી બોલાવતી જનેતા.


ના મૂકતી રેઢો એ કદીય તને સાચવતી જનેતા,

ભણાવી તને ને સારું જીવન બનાવતી જનેતા.


અપાવી પદવી તને આશિષ વરસાવતી જનેતા,

શોધી કન્યા તારા માટે તને પરણાવતી જનેતા.


પુત્રવધુને ખૂબ જ પ્રેમ આપી સાચવતી જનેતા,

તોયે વૃદ્ધાશ્રમ મૂકી, વિશ્વાસ ધરાવતી જનેતા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational