STORYMIRROR

Chirag Padhya

Thriller Tragedy

3  

Chirag Padhya

Thriller Tragedy

જિંદગીની શાળા

જિંદગીની શાળા

1 min
741



નવો વિદ્યાર્થી છું જિંદગીની શાળાનો,

રોજ કોઈક પાઠ ભણાવી જાય છે.


અભણ છું ના જાણું નિયમ પરીક્ષાના,

રોજ કોઈક નિયમો સમજાવી જાય છે.


સમજણમાં કાચો નથી વિશ્વાસ છે વધુ,

રોજ કોઈક વિશ્વાસઘાત કરી જાય છે.


ભણતરના પાઠ જીંદગીમાં કામ ના આવ્યા,

રોજ કોઈક ગણતર શિખવાડી જાય છે.


બન્યો એટલો ભોળો કે લૂંટાવ્યુ સઘળું,

રોજ કોઈક અભણ સમજી લૂંટી જાય છે.


સમજુ છું બધું પણ કોને કરું ફરિયાદ?

રોજ કોઈક ગુનેગાર બનાવી જાય છે.


માને છે જગત એવો નથી અભણ છતાં,

હરરોજ કોઈક અભણ બનાવી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller