જિંદગીની ગાડી
જિંદગીની ગાડી


જિંદગીની ગાડી કરૂં છું ડ્રાઇવ
ચેતનની ક્ષણોને કરૂં છું ડ્રાઇવ,
લક્ષ્યને આંખમાં આંજી નિકળ્યો,
સાઈડમાંના ને કરૂં છું ઓવર ડ્રાઈવ,
અકસ્માતથી બચાવવા રહું સતર્ક,
હોંશે હોંશે દઈ સાઈડ કરૂં છું ડ્રાઇવ.
ભૂતકાળના રિઅર મિરરમાં ડોકિયું કરી,
વર્તમાનનાં રાખી અરીસા સાફ કરૂં છું ડ્રાઇવ.
મંઝિલ સુધી પહોંચવના ઇંધણ ભર્યા છે,
ક્લચ બ્રેક કરી ધીમી રાખું છું ગતિ
એક્સેલરેટરની સદગતિથી કરૂં છું ડ્રાઇવ.