STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

જિંદગીમાં રહેવું છે

જિંદગીમાં રહેવું છે

1 min
382

બનીને તારા હોઠોની સ્મિત 

તારા હોઠો પર રહેવું છે, 


બનીને તારા ગાલોની લાલી

તારા ચહેરા જોડે રહેવું છે,


બનીને તારા હૃદયની ધડકન

તારા દિલમાં રહેવું છે,


રખડ્યા ખૂબ તારી તલાશમાં

તારી હસીમાં રહેવું છે,


ફર્યા કર્યો તારી ફરિયાદમાં 

તારી ખુશીમાં રહેવું છે,


કહ્યા કર્યું તારી વાતોમાં 

તારી આંખમાં રહેવું છે,


જીવન જીવ્યા તારી સાથમાં 

તારી જિંદગીમાં રહેવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama