જિંદગી
જિંદગી
કંઈ કેટલીય ઈચ્છા દરવાજે અટકાઇ હતી,
તોય જીવનને એ વાત ક્યાં ખટકાઇ હતી !
નિયતિ જ અધુરપ સાથે લખાઈ હતી,
મનને એ વાત સારી રીતે સમજાઈ હતી.
દુઃખોએ જ્યારે દીધી એની દુહાઈ હતી,
સ્નેહીના સાથમાં એની ઉપેક્ષા કરાઈ હતી.
નાની નાની વાતમાં જ ખુશીઓ દેખાઈ હતી,
એટલે જ જિંદગી મોજમાં જીવાઈ હતી !
