જિંદગી
જિંદગી
જિંદગી ન રહી કોઈની એક સરીખી,
ક્યારેક ચમકે ને કોક દિ રાત અંધારી !
ને ક્યારેક મહાલે સુખ વૈભવ મહેલે,
ને ક્યારેક માથું ઢાંકવા ઝૂંપડી ન મળે !
છે દોસ્ત,છે મહેફિલ ત્યાં સુધી મનવા
જ્યાં સુધી ખીસ્સે ખનકતા છે સિક્કા !
ભાગી ભાગીને અંતે ક્યાં સુધી ભાગશો,
અંતે ઝૂકી,હારી,થાકી એક દિ હાંફશો !
જિંદગી ન ચોરસ, ન લંબચોરસ છે ગોળ
કાન્તાસુત ફરે જિંદગી આગળ ગોળગોળ !
