STORYMIRROR

Dolly Jimuliya

Inspirational

3  

Dolly Jimuliya

Inspirational

જિંદગી

જિંદગી

1 min
13.6K


આપી મને પ્રભુએ અમુલ્ય જીદંગી,

નહોતું વિચાર્યું કે થઈ જશે બંદગી.


જીવનનો સુવર્ણકાળ જેવુ મારું બાળપણ,

દુઃખનું એક ચિન્હ નહોતું તે કાળ.


કાંઇક કરવું એવો યુવાનીનો તરવરાટ,

હા! કાઇક એમાજ યુવાની ગઈ સડસડાટ...               


માતાપિતાની છત્રછાયામાંથી આવી સાસરે,

જવાબદારીઓની વણઝાર સમજાય આશરે...


જિંદગીએ ઘણું સમજાવ્યું જે હતું અણધારેલું,

પણ સંસ્કારોએ શીખવ્યું નહીં ચાલે અહીં ધારેલું.          


તો પણ જિંદગી! મને બહુ વહાલી છે "તું",

સારું,સાચું માર્ગદર્શન ને અનુભવ મને આપે છે માત્ર "તું".


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational