STORYMIRROR

Neha Desai

Inspirational

3  

Neha Desai

Inspirational

જિંદગી, તારી લડાઈ હજુ અમે હારી નથી

જિંદગી, તારી લડાઈ હજુ અમે હારી નથી

1 min
229

કર ભલે પ્રહાર તું તારી યારી ફાવી નથી,

પણ પીઠ પાછળ ઘા કરી નાસી જવાની રીત સારી નથી,

જિંદગી...,

તારી લડાઈ હજુ અમે હારી નથી,


આઘાત ભલે ઊંડા મળે છે ભેટ સોગાતમાં

હજુ એક પણ ભેટ તારી દિલથી સ્વીકારી નથી,

જિંદગી...,

તારી લડાઈ હજુ અમે હારી નથી,


ડરાવે છે કાળ દરેક પળ યમદૂત બની

શ્રદ્ધાનાં દીપકની જ્યોત અમારી બુઝાવી નથી,

જિંદગી...,

તારી લડાઈ હજુ અમે હારી નથી,


વિષાણું એક ફેલાવે છે હાહાકાર આખાં વિશ્વમાં

ઈશ્વર થઈ તું તોય જુએ બેસીને ત્રણ લોકમાં ?

માનવજાતે વિજ્ઞાન પર શ્રદ્ધા ગુમાવી નથી,

જિંદગી...,

તારી લડાઈ હજુ અમે હારી નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational