STORYMIRROR

Rekha Patel

Inspirational

4  

Rekha Patel

Inspirational

જીવનસાથી

જીવનસાથી

1 min
225

સત્પદીના સાત ફેરા ભાવથી ફર્યા અમે, 

જીવનસાથી બની અનેક વચને બંધાયા અમે. 


સહજીવનની સફરમાં પડકારો આવ્યાં અનેક, 

હાથમાં હાથ પરોવી સફળતા પામ્યાં અમે. 


તારાં પગલામાં ડગ માંડીને ભરી ઉંચી ઉડાન, 

સિધ્ધિનાં સોપાન અહીં મેળવ્યાં અમે. 


દોર બાંધી અમે સાત જન્મોની સંગાથે, 

જીવનમાં સતત વહાલનાં વલોણા કર્યા અમે. 


નથી પ્રેમ થયો ઓછો અમારો વૃધ્ધ બન્યાં પછી પણ, 

દિલ અમારું યુવાન બની લાગણીઓનાં દરિયા વહાવ્યાં અમે. 


નહીં છોડીએ સંગાથ એકબીજાનો અંત સુધી, 

ઝંઝાવાતમાં પણ અડગ મનને રાખ્યાં અમે. 


"સખી" ની એકજ અરજ રાખજો સદાય મનમંદિરમાં, 

હાથમાં હાથ પકડી શ્વાસ પણ સાથે લીધાં અમે. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational