STORYMIRROR

Purnendu Desai

Romance

3  

Purnendu Desai

Romance

જીવનરંગ

જીવનરંગ

1 min
203

રંગીન આ તારી જિંદગી, રંગહીન થતી જાય છે

સજાવી લે આ રંગોને, એ ફિક્કા પડી જાય તે પહેલાં.


જીવી લે, તું જિંદગી, જવાબદારીઓ નિભાવીને પણ,

માણી લે એને, એના સમયે, બેરંગ થઈ જાય તે પહેલાંં.


ઉષાની મજા પ્રભાતે, તો સંધ્યા ખીલે છે સાંજમાં,

અનુભવી લે આ ઉષ્માને એ ઢળી જાય તે પહેલાંં.

માન્યું કે કોઈ એક રંગ, બીજા સાથે મેળ નથી ખાતો,

પણ સમાવી લે તારી રંગોળીમાં,એ ઊડી જાય તે પહેલાં.


રંગોની આ દુનિયામાં, બધાની અલગ મઝા છે 'નિપુર્ણ'

ગળે લગાવી જો એકવાર, એને આમ, તરછોડવા પહેલાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance