STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Inspirational

4  

Shraddhaben Kantilal Parmar

Inspirational

જીવનપંથ

જીવનપંથ

1 min
231

હવે મારે કોઈનો સહારો લેવો નથી,

મુશ્કેલીઓથી ઝઝૂમી મારે લડતાં શીખવું છે.


પારકી આશા હંમેશા નિરાશા જ આપે છે,

હવે જાત મહેનતથી મંઝિલે પહોંચવું છે.


ભલે જીવનનો પંથ કાંટાળો અને કાંકરોથી ભરેલો હોય,

ધગધગતા ધૂપમાં પણ તે માર્ગ પર ચાલવું છે.


જીવનપંથમાં પ્રગતિના શિખરે પહોંચવું છે,

બસ હવે જાત મહેનતથી મંઝિલે પહોંચવું છે.


ખોટી આશાને છોડી લક્ષ્યને પામવું છે,

મારો જીવનપંથ સફળતા ભર્યો કરવો છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational