જીવનની મહેક
જીવનની મહેક
સદૃગુણોના અલંકારથી,
તારો બનીને ચમકવું છે.
ખાનદાનીની સુગંધથી,
જીવન મારે મહેંકાવવું છે,
મનના સુંદર વિચારોથી,
મેલ મારે દૂર કરવો છે,
નયનોની મીઠી નજરથી,
સોને મારે જીતવા છે,
સુંદર ચહેરાના તેજથી,
સૌનો પ્રેમ મેળવવો છે,
મુખના મીઠા શબ્દોથી,
જીવનને પ્રભાવિત કરવુંં છે,
કોમળ મારા હસ્તથી,
સત્કર્મો મારે કરવા છે,
હૃદયમાં પ્રેમનું ઝરણું વહાવી,
જીવન પવિત્ર કરવુંં છે,
સમજી-વિચારી પગલું મૂકી,
કઠીન માર્ગ પર ચાલવુંં છે,
કઠીનાઈયોનો સામનો કરીને,
જીવનની બાજી જીતવી છે..
શ્યામ શરણે હાથ જોડીને,
મસ્તક મારે નમાવવુંં છે,
"મુરલી" શ્યામનો દાસ બનીને,
જીવન સમર્પિત કરવુંં છે.