STORYMIRROR

Shaurya Parmar

Inspirational Others

3  

Shaurya Parmar

Inspirational Others

જીવનમાં

જીવનમાં

1 min
2.3K


ઘણો સમય વીતી ગયો છે, જીવનમાં,

શૈશવનું સમાપન થયું, રંજ છે, જીવનમાં.


પદ,પ્રતિષ્ઠા ને પૈસા જીવે છે, જીવનમાં,

મન જુદી જ આશા સીવે છે, જીવનમાં.


વૈભવ ને વિલાસ ઝૂલે છે આ, જીવનમાં,

મન બાળપણ ક્યાં ભૂલે છે ? જીવનમાં.


ફક્ત થેલાનો ભાર હતો એ, જીવનમાં,

માત પિતાનો આધાર હતો, જીવનમાં.


કાચા ફળો લાગતા મીઠ્ઠામીઠ્ઠા, જીવનમાં,

ઉભ્ભો બેઠ્ઠો ને ઈટ્ટાકિટ્ટા આ, જીવનમાં.


ઇચ્છાઓ મોટી મોટી નથી, જીવનમાં,

બસ મિત્રો ને લખોટી નથી, જીવનમાં.


કામ કામ અને હાય હાય પૈસો, જીવનમાં,

એ હાથ ગયા એ સંગાથ ગયા, જીવનમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational