જીવનમાં રંગ ભરવા
જીવનમાં રંગ ભરવા
મારે ક્યાં કોઈ રંગોને મુઠ્ઠીમાં કેદ કરવા છે,
મારે તો બસ લોકોના જીવનમાં રંગ ભરવા છે.
મારે ક્યાં કોઈ ફોરમનો કારોબાર કરવો છે,
બસ મારે તો ફૂલોમાં રંગો ભરવા છે.
મારે ક્યાં કોઈ સૂરજ કે ચાંદ બનવું છે,
કોઈ ના જીવન આકાશે સપ્તરંગી રંગો ભરવા છે.
મારે ક્યાં કોઈ મસીહા બનવું છે,
બસ કોઈની આંખોમાં સપનાઓના રંગ ભરવા છે.
મારે ક્યાં કોઈ પ્રેમની પાઠશાળા ખોલવી છે.
બસ જ્યાં હૈયે છે નફરત રાગ દ્વેષને ઈર્ષ્યા,
ત્યાં પ્રેમના રંગો ભરવા છે.
મારે ક્યાં કોઈ પાબ્લો પિકાસો જેવા,
વિશ્વ વિખ્યાત ચિત્રકાર થવું છે.
મને તો બસ પ્રેમની પીંછીથી લોકોના હૈયે
ઉમંગના રંગ ભરવા છે.
