જીવનમાં ખુમારી
જીવનમાં ખુમારી
ભલે ભીતરે અંઘકાર આજ છવાયો,
મક્કમ ડગલે જો કેવો પંથ કપાયો...!
રોશનીથી ઝળહળી ઊઠે દુનિયા,
સૂરજ ભલે કરે પ્રખર કેવી માયા...!
ભલે નયન ચક્ષુના દ્વારો બંધ બધાં,
મોકળું મેદાનમાં ખીલી ગઈ સુધા...!
અંતર મનની બારીઓ ખુલ્લી થઈ,
દિવ્યાંગ જીવનમાં ખુમારી વ્યાપી ગઈ...!
લાચારી સીદને કાજ કરતા રહેવું,
ખુદનો સહારો ખુદ બની જીવી જવું...!
