STORYMIRROR

Pravin Maheta

Inspirational

4  

Pravin Maheta

Inspirational

જીવન

જીવન

1 min
364

જીવન એક ભણતર છે સારું ભણજો,

જિંદગીના દાખલા તમે સાચા ગણજો.


સંબંધ સહુની સાથે જાળવી રાખજો,

કામ, ક્રોધ, ઈર્ષા, મોહ, ત્યાગી નાખજો.


જીવનમાં કોઈ સાથે સારું વર્તન કરજો,

તારું મારું નહિ આપ સહુનું બોલજો.


વાણી અને પાણી વિચારીને વાપરજો,

કોઈનું દુઃખ જોઈને તમે દયા લાવજો.


મળ્યો દેહ માનવ તણો તે નિભાવજો,

ના વેર રાખવું સમાજમાં ભાવ રાખજો.


વ્યકિત આગળ આવે તેવું વિચારજો,

અતિથી આવે આંગણ તેને આવકારજો.


બે હાથ જોડી ને આરાધ્ય ને આરાધજો,

જીવનમાં થયેલ ભૂલોની ક્ષમા માંગજો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational