જીવન
જીવન


જીવન સુંદર છે બસ,
દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે,
બે આંખ છે, પ્રેમ કરવા હૃદય છે.
દરેકને પ્રેમથી અપનાવી જુઓ,
જીવન સુંદર છે બસ,
દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે,
મહેનત કરવા બે બે હાથ છે,
હાથ ફેલાવવા કરતા,
મહેનતનો રોટલો ખાઈ જુઓ.
જીવન સુંદર છે બસ,
દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે,
ચાલવા ને કમાવા માટે બે પગ છે,
આરામ કરવા કરતાં,
પ્રકૃતિના સૌંદર્ય ને માણો,
જીવન સુંદર છે બસ,
દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે,
વિચારવા માટે તેજ મગજ છે,
નીંદકુથલીમાં ઘસવા કરતા,
સ્વ અને અન્યના કલ્યાણ માટે ઘસો,
જીવન સુંદર છે બસ,
દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે,
સાંભળવા માટે બે કાન છે,
નીંદકૂથલી સાંભળવા કરતા,
સુંદર ભજન ને વક્તા સાંભળો,
જીવન સુંદર છે બસ,
દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે.