STORYMIRROR

Shaurya Parmar

Drama Thriller

3  

Shaurya Parmar

Drama Thriller

જીવન કેવું જીવાય છે

જીવન કેવું જીવાય છે

1 min
27.7K


જીવન કેવું જીવાય છે,

દુઃખમાં રડાય છે,

સુખમાં હસાય છે,

જીવન કેવું જીવાય છે,


ક્યારેક પડાય છે,

ને ઊભું થવાય છે,

જીવન કેવું જીવાય છે,


કંઈક મેળવાય છે,

કંઇક ખોવાય છે,

જીવન કેવું જીવાય છે,


ઊંચે ચડાય છે,

ને નીચે ઉતરાય છે,

જીવન કેવું જીવાય છે,


કંઈક સમેટાય છે,

ને કંઈક પથરાય છે,

જીવન કેવું જીવાય છે,


મનથી મપાય છે,

ને પછી કપાય છે,

જીવન કેવું જીવાય છે,


જીવતા જીવતા અચાનક,

જીવ આકાશે સંતાય છે,

જીવન કેવું જીવાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama