Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nardi Parekh

Inspirational

4  

Nardi Parekh

Inspirational

જીવન જંગ

જીવન જંગ

1 min
236


જીવનની બાજી, ના હારી જવાય,

અડીખમ રહીને, એનો સામનો કરાય,


ઝુકાવે જો જંગમાં, તો જીતનો ઉમંગ છે,

નહીં તો આ જીવન, સદંતર બેરંગ છે,


જીવન ઝંઝાવાતથી, જરી ના ડરાય,,,

અડીખમ રહીને, એનો સામનો કરાય,


આંધી ને તોફાને, પરવશ ના થાવું,

સતને મારગથી, ચળી નવ જાવું,


તોફાનો શમતા તને, કિનારો દેખાય,

અડીખમ રહીને, એનો સામનો કરાય,


વીજળીના ચમકારે, મોતી પરોવવા,

ગડગડાટ જંગ કેરા, ડંકા સમજવા,


જીવનના જંગ મહીં, સમતા રખાય,

અડીખમ રહીને, એનો સામનો કરાય,


હરિવરનું નામ, હામ હૈયાને આપશે,

સંચિત થયેલાં તારાં,  કર્મોને કાપશે,


કાંટાળા મારગ પર, ફુલડાં વેરાય,

જીવન ઝંઝાવાતો, જીવનને ઘડતાં,


કપરા ચડાણ, કોક વીરલાઓ ચડતાં,

શિખરે પહોંચીને, નંદી હરખ ન માય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational