STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational Others

4  

Vanaliya Chetankumar

Inspirational Others

જીવન એક ગીત છે

જીવન એક ગીત છે

1 min
114

જીવન એક સરસ મજાનું ગીત છે

જે ગુંજન પણ કરેછે અને ગૌરવ પણ અપાવે છે

આ ગીતમાં પ્રેમ પણ છે અને પંચાત પણ છે

લાગણી પણ છે અને લાલસા પણ છે


કરુણા પણ છે અને ક્રોધ પણ છે

મદદ પણ છે અને માંગ પણ છે

સત્કાર પણ છે અને તિરસ્કાર પણ છે

ભરપૂર પણ છે અને ખાલીખમ પણ છે


મહેનત પણ છે અને માલિકી પણ છે

જીતની જુસ્સાકારી પણ છે

અને હારની હતાશા પણ છે

મનની મીઠાશ પણ છે અને

માયાનો મોહ પણ છે 


સુખનો સાથ પણ છે અને

દુઃખનો ડર પણ છે

રંગો રિવાજ પણ છે અને રમત પણ છે

માટે જઆ ગીતને ગાવું જ જરુરી છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational