જીંદગી ભર રહીશ ને મારી સાથે ?
જીંદગી ભર રહીશ ને મારી સાથે ?
બાબુ, ચાલને આપણે સપ્તપદીના વચનોને,
પાછાં યાદ કરીએ,
તું જીંદગીભર રહીશ ને મારી સાથે ?
આપણે જીંદગીની મુસાફરી બે સાથે કરીશું,
જીંદગીની પરીક્ષામાં પાસ થવા માટે,
તું જીંદગીભર રહીશ ને મારી સાથે ?
આપણે એકબીજાની ભુલોને,
નાદાનિયત સમજીને એકબીજાના દોષો ભુલીને,
એકબીજામાં પોતાને ઓગાળી દઈએ,
તું જીંદગીભર રહીશ ને મારી સાથે ?
આપણે પાછા પંખી બનીને ઉડી જઈએ બાબુ,
જોજે હા શમણાંનો માળો વિખરાઈ ન જાય,
તું જીંદગીભર રહીશ ને મારી સાથે ?
ચાલને આપણે એકબીજામાં ખોવાઈ જઈએ,
એકવાર દિલના ધબકારને પણ સાંભળીને ચાલીએ,
તું જીંદગીભર રહીશ ને મારી સાથે ?
આપણે જુની યાદોમાં ખોવાઈ જશું,
બાકીની એક એક પળ આપણે,
જીંદગીની ખાસ બનાવશું,
તું જીંદગીભર રહીશ ને મારી સાથે ?
તમે મારા સપનાં પુરા કરજો ને હું તમારા,
તમે મારા શોખ અપનાવજો, ને હું તમારા,
તું જીંદગી ભર રહીશ ને મારી સાથે ?
આપણે એકબીજાનો સહારો બનશું જોજો,
ક્યારે ભગવાનના ઘરની ટીકીટ કપાય,
પણ આપણે ત્યારે પણ એકબીજાને નહીં કરીએ અળગા,
તું જીંદગીભર રહીશ ને મારી સાથે ?
આપણે એકબીજાની સાથે,
એટલી પ્રેમ ભરી મસ્તી કરશું,
કે ભગવાન પણ દેખાતા રહી જાય,
ને કહે આ બે બાળકો મારા ભલે સાથે રહ્યાં,
તું જીંદગી ભર રહીશ ને મારી સાથે ?
આપણે લડી ઝગડીને પણ,
એક જ છત, એક બેડ પર રહીશું,
બોલો ને બાબુ,
તું જીંદગીભર રહીશ ને મારી સાથે ?
ચાલને સપ્તપદીના લીધેલાંવચનોને,
પ્રમાણિકતાથી નિભાવી લઈએ,
તું વચનો નિભાવવા માટે ,
જીંદગી ભર રહીશ ને મારી સાથે ?

