ઝુનૂન
ઝુનૂન


કોઈ કોશિશ નાકામિયાબી બની શકે,
ક્યારેક સમય થોડો આઘો-પાછો થઇ શકે,
કમાનમાંથી તીર આમ-તેમ થઇ શકે,
ગોળી કયારેક દુશ્મનને અડકીને પસાર થઇ શકે,
પરંતુ
'ઝુનૂન'ની આગમાં કરેલા પ્રયત્ન અને એનું પરિણામ,
માઠું આવે એ વાતમાં કોઈ સવાલ ખરો??
એવું જ છે મારા દેશનું, દેશના સૈનિકોનું,
સુરક્ષા કર્મચારીઓનું અને દરેક નાગરિકોનું,
દેશભક્તિ છે એમની, 'ઝુનૂન' છે એમનું.