STORYMIRROR

Niti Sejpal

Abstract

3  

Niti Sejpal

Abstract

ઝરૂખે બેસી

ઝરૂખે બેસી

1 min
190

ઝરૂખે બેસી હું બહાર જોયાં કરું,

મન અને હૃદયની વાત સાંભળતી રહું,


સૂરજની કિરણ જોવું ત્યારે રાતના ચાંદને યાદ કરું,

રાતના અંધકારમાં સૂરજની કિરણની રાહ જોવું,


રાતના ગુલાબી પવનનો આનંદ લઉં,

સવારના ટહુકા સાંભળું અને ચહલ-પહલ જોવું,


પોતાની જાત પર રોજ પ્રતિબિંબ કરું,

આજ હું મારી અનેક ભૂલોને યાદ કરું,


જીવન નામની પુસ્તકમાં પોતાના દરેક પાનાને જોવું,

આગળ શું લખવાનું છે એમાં એ હું યાદ કરું,


ઝરૂખે બેસી હું વિચાર્યા કરું,

ઝરૂખે બેસી હું બહાર જોયા કરું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract