STORYMIRROR

Niti Sejpal

Romance

3  

Niti Sejpal

Romance

અગણિત દિવસો

અગણિત દિવસો

1 min
158

અગણિત દિવસો તારી વાટ જોતી રહીશ,

અગણિત રાત તારા માટે રડીશ,

કંઈક તો છે તારા-મારા વચ્ચે,

જે દર વખતે મને તારી તરફ ખેંચે,


આ 'ચુંબકીય' આકર્ષણ આજ પણ જીવિત છે,

તું છે તો મારા મોઢા પર સ્મિત છે,

વારે વારે તને બોલાવવાની આજ એક રીત છે,

હા, મને તારાથી અજબ પ્રીત છે,


સમય રેતની જેમ ભાગતો જાય છે,

ને તું લકીરોમાંથી ગાયબ થતો જાય છે,

આ સમયને આજ કેમ રોકું ?

તારા માટેનું ચુંબકીય આકર્ષણ કેમ રોકું ?


મારા પ્રેમને મેં બસ એક તબક્કો ગણ્યો,

પણ એ તો અનંત નીકળ્યો,

રોજ તને પ્રેમ કરતી રહીશ,

અગણિત દિવસો તારી વાટ જોતી રહીશ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance