આ તે કેવી કરામત
આ તે કેવી કરામત
1 min
202
રાત તારી લાંબી હતી,
દિવસ ઘણો ટૂંકો રહ્યો,
ખુશીઓ બે ઘડીની હતી,
જીવન આખું હું રડ્યો,
વાર વાર તને અરજી કરી,
કુદરત, આ તે કેવી કરામત કરી ?
વરસાદ આપી પહેલા ઉત્સુકતા દેવડાવવી,
તે પછી તું પૂર લાવ્યો,
એક દીવો પ્રગટાવવી,
ઘોર અંધારું લાવ્યો,
રોજ દિલથી પ્રાર્થના કરી,
કુદરત આ તે કેવી કરામત કરી ?
રસ્તો તો તે દેખાડ્યો મને,
પણ આગળ બંધ ગલી હતી,
આકાશ તો દેખાડ્યું મને,
પણ ઊડવા પાંખ નહોતી,
ખૂબ પૂજા, અર્ચના કરી,
કુદરત આ તે કેવી કરામત કરી ?
આ તે કેવી કરામત કરી ?
