STORYMIRROR

Niti Sejpal

Others

3  

Niti Sejpal

Others

માનો પત્ર

માનો પત્ર

1 min
201

બસ જોઈએ છે કે જીવનની

બધી પરીક્ષામાં સફળ થા

એ જ પ્રાર્થના કરું છું

બાકી તને ટોકતી નથી

હું ખાલી તારી ચિંતા કરું છું


જોઈએ છે કે તું આત્મનિર્ભર બન

અને કદી પણ કોઈની સામે તારે ઝૂકવું ન પડે

બાકી તને ટોકતી નથી

હું ખાલી તારી ચિંતા કરું છું


માન મારી બધી વાત જરૂર થઈશ જિંદગીમાં સફળ

એવું હું કહું છું બાકી તને ટોકતી નથી

હું ખાલી તારી ચિંતા કરું છું


તારા ખોટા નિર્ણય પર તારા પર ગુસ્સો પણ કરું છું

બાકી તને ટોકતી નથી

હું ખાલી તારી ચિંતા કરું છું


રાત-દિવસ તારી જ પરવાહ કરું છું

બાકી તને ટોકતી નથી હું

ખાલી તારી ચિંતા કરું છું


તું જો હારીશ તો તને મારી જરૂર પડશે

એવી હું ખાતરી આપું છું

ત્યારે પણ તને ટોકતી નથી

હું ખાલી તારી ચિંતા કરું છું


મતલબી દુનિયા છે તો કોણ તારો સાથ દેશે ?

એવો જ આખો દિવસ વિચાર કરું છું

બાકી તને ટોકતી નથી હું

ખાલી તારી ચિંતા કરું છું


મારો આ પત્ર આખો વાંચ્યો એટલે હવે ખુશ છું હું

છેલ્લે એ જ કહેવા માંગીશ કે

તને ટોકતી નથી

હું ખાલી તારી ચિંતા કરું છું


Rate this content
Log in