STORYMIRROR

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

ઝરણું

ઝરણું

1 min
347

કેળવી છે આ આદત હવે ભૂલવાની,

હું મારા જ ચહેરે અજાણ્યો બન્યો છું..


નથી રાખ્યા પહેરા હવે મહેફિલો પર,

મારી જ ચર્ચાથી હું બહેરો બન્યો છું.


રખે માનશો, સઘળી ખારાશ છે અહીં,

આ સહરા ના હૈયે હું ઝરણું થયો છું.


કદી અમથી ડોરબેલ વગાડી તો જો જો..

ઘર છે એ મારું ને હું મહેમાન થયો છું.


દોસ્તો છે પણ જરા એ અતડા રહે છે.

તો, હવે હું જ મારો સહારો થયો છું.


હા, કદી હાથ હાથોમાં લઈને ફર્યા:તા...

હવે એ ખયાલોથી અળગો થયો છું.


વળી, અહીંની દુનિયા દુષ્કર ઘણી છે,

તો આ અંગાર મધ્યે હું રસ્તો થયો છું.


મળે છે આમંત્રણ આમ તો ઘણા એમના..

જ્યારે જ્યારે એમનો કદરદાન થયો છું.


કેળવી છે આ આદત હવે ભૂલવાની,

હું મારા જ ચહેરે અજાણ્યો બન્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational