STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ઝરણું બની સતત વહેવું પડે

ઝરણું બની સતત વહેવું પડે

1 min
259

અસ્તિત્વ ખુદનું ટકાવવા થોડું ઝઝૂમવું પડે,

બીજમાંથી વૃક્ષ બનવા ખુદને તૂટવું પડે.


બનવા મનમંદિરની મુરત, આમ હથોડીથી ટીપાવું પડે,

રાખવા સંબંધોની લાજ, આમ ઘટના પર પડદો પાડવો પડે.


પારકાને પોતાના બનાવવા, કેટલાય કઠોર વેણ સાંભળવા પડે,

સંબંધો સાચવવા આમ મૌન રાખવું પડે.

જીવવા સુખમય જીવન, ક્યારેક સપનાની પાંખો કાપવી પડે,

ખુશીઓનો છલકાતો જામ પીવા માટે, આમ ઉદાસીની આગ ઠારવી પડે.


નિશ્વિત ધ્યેયને હાંસિલ કરવા, ઝરણું બની સતત વહેવું પડે,

સંતાનોના સુખ ખાતર મા-બાપે વિરહની વેદના સહેવી પડે.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational