ઝરમર
ઝરમર
ધોધમાર નહી વરસો તો ચાલશે,
ઝરમર ઝરમર પણ મને ફાવશે.
વેરાન ભૂમિમા ભીંનાશ નથી બસ,
તમારી ઝરમર પણ મને હંફાવશે.
મહેંકી ઊઠશે સઘળું ભીનાશથી,
લીલીછમ લાગણીઓ એ લાવશે.
અંધારું થાય ચારેકોર ભલેને,
ઝરમર અમર દીવો પ્રકટાવશે.
અરે આ ઝરમરમાં ભીંજાઇને,
અંતે મોત પણ જીવન દીપાવશે.
ધોધમાર નહીં વરસો તો ચાલશે,
ઝરમર ઝરમર પણ મને ફાવશે.